નીતિઓ | ગુજરાત સાહિત્ય અકાદમી : રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગુજરાત સરકાર
નીતિઓ | ગુજરાત સાહિત્ય અકાદમી : રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગુજરાત સરકાર

નીતિઓ

 • ૦૧ગુજરાતી અને ગુજરાતમાં બોલાતી ભગીની ભાષાઓના ઉત્કર્ષ, સંવર્ધન અને વિકાસ માટે સાતત્યપૂર્ણ સાહિત્યિક પ્રયાસ.
 • ૦૨અકાદમીના ઉદ્દેશો જેવા સમાન ઉદ્દેશો માટે કાર્ય કરતી માન્ય સાહિત્ય સંસ્થાઓ અને મંડળોને આર્થિક તેમજ અન્ય પ્રકારે સહકાર આપવો. દિલ્હીની રાષ્ટ્રીય સાહિત્ય અકાદમી તેમજ ભારતના અન્ય રાજ્યોની પ્રાદેશિક ભાષાસાહિત્ય માટેની અકાદમીઓ તથા ગુજરાત બહાર ગુજરાતી ભાષા-સાહિત્ય અંગે પ્રવૃત્તિ કરતી પ્રતિષ્ઠિત સંસ્થાઓ સાથે સાહિત્ય અંગે આદાનપ્રદાન કરવું તેમજ એ માટે જરૂરી આર્થિક પ્રબંધ કરવો.
 • ૦૩અકાદમીની પ્રવૃત્તિઓ માટે દાન અને અનુદાન દ્વારા ભંડોળ એકત્ર કરવું.
 • ૦૪ગુજરાતમાં બોલાતી ગુજરાતી ભાષાના સામયિકો અને ગ્રંથો પ્રકાશિત કરવાં.
 • ૦૫ગુજરાત રાજ્યની ગુજરાતી ભાષા-સાહિત્ય ક્ષેત્રની સંસ્થાઓને માન્યતા આપવી અને તેમની સાહિત્યિક પ્રવૃત્તિઓ માટે આર્થિક અનુદાન દ્વારા સહાય કરવી.
 • ૦૬ગુજરાતી ભાષા સાહિત્ય માટે સાહિત્યિક ગોષ્ઠિઓ, પરિસંવાદો, પુસ્તક પ્રદર્શનો, તાલીમ શિબિરો, ઉત્સવો, મેળાઓ, પ્રવાસો ઇત્યાદિનું આયોજન કરવું અને એ પ્રકારની કામગીરી કરતી અન્ય સાહિત્ય સંસ્થાઓને આર્થિક સહાય કરવી.
 • ૦૭ગુજરાતના ગુજરાતી ભાષા સાહિત્યના સિદ્ધિવંત લેખકોને અને તેમની કૃતિઓને પુરસ્કારથી સન્માનવા પ્રબંધ કરવો.
 • ૦૮ગુજરાતના ગુજરાતી ભાષા સાહિત્ય ક્ષેત્રે ગુણવત્તાલક્ષી સેવા બજાવી હોય એવા ગુજરાતમાં વસતા વયોવૃદ્ધ અને સહાયપાત્ર લેખકોને યોગ્ય આર્થિક સહાય કરવી.
 • ૦૯રાજ્યની પંચવર્ષીય યોજનાઓ હેઠળ ગુજરાતી ભાષા સાહિત્યના વિકાસ અન્વયે જે પ્રાયોજનાઓ રાજ્ય સરકારે મંજૂર કરી હોય અને અકાદમીના ઉદ્દેશો અને કાર્યપ્રદેશો સાથે જે સંબંધ ધરાવતી હોય તેવી પ્રાયોજનાઓનો અમલ કરવો.
 • ૧૦ગુજરાત પ્રદેશના ગુજરાતી ભાષા સાહિત્યને ઉપકારક થાય તેવા સંશોધનકેન્દ્રો, સ્વાધ્યાયપીઠો ઇત્યાદિ સ્થાપવા અને વિકસાવવાં તેમજ આવાં માન્ય કેન્દ્રોને આર્થિક સહાય કરવી.
 • ૧૧ગુજરાતનાં ગુજરાતી સાહિત્યના વિકાસ માટે જરૂરી હોય અને ઉપરનાં ઉદ્દેશોમાં જેની સ્પષ્ટતા કરવામાં આવી ન હોય તેવી તમામ પ્રવૃત્તિઓ કરવી.
Back to Top