મિશન અને વિઝન | અમારા વિશે | ગુજરાત સાહિત્ય અકાદમી : રમતગમત, યુવા અને સંસ્કૃતિ પ્રવૃત્તિઓ વિભાગ, ગુજરાત સરકાર
મિશન અને વિઝન | અમારા વિશે | ગુજરાત સાહિત્ય અકાદમી : રમતગમત, યુવા અને સંસ્કૃતિ પ્રવૃત્તિઓ વિભાગ, ગુજરાત સરકાર

મિશન અને વિઝન

મિશન અને વિઝન, ગુજરાત સાહિત્ય અકાદમી
 • ગુજરાત પ્રદેશમાં બોલાતી ગુજરાતી ભાષા ઉપરાંત અન્ય ભાષાઓ, ભારત સરકાર માન્ય ભાષાઓ તથા ગુજરાત પ્રદેશની બોલીઓ અને તેના સાહિત્યના વિકાસ, સંશોધન અને ઉત્કર્ષ માટે કામગીરી કરવી.
 • અકાદમીના ઉદ્દેશો જેવા સમાન ઉદ્દેશો માટે કાર્ય કરતી માન્ય સાહિત્ય સંસ્થાઓ અને મંડળોને આર્થિક તેમજ અન્ય પ્રકારે સહકાર આપવો. દિલ્હીની રાષ્ટ્રીય સાહિત્ય અકાદમી તેમજ ભારતના અન્ય રાજ્યોની પ્રાદેશિક ભાષાસાહિત્ય માટેની અકાદમીઓ તથા ગુજરાત બહાર ગુજરાતી ભાષા-સાહિત્ય અંગે પ્રવૃત્તિ કરતી પ્રતિષ્ઠિત સંસ્થાઓ સાથે સાહિત્ય અંગે આદાનપ્રદાન કરવું તેમજ એ માટે જરૂરી આર્થિક પ્રબંધ કરવો.
 • અકાદમીની પ્રવૃત્તિઓ માટે દાન અને અનુદાન દ્વારા ભંડોળ એકત્ર કરવું.
 • ગુજરાતમાં બોલાતી ગુજરાતી તેમજ સંસ્કૃત, હિન્દી, સિંધી, કચ્છી અને ઉર્દૂ ભાષાના ગ્રંથો પ્રકાશિત કરવાં અને શક્ય સહાય કરવી.
 • ગુજરાત રાજ્યની ગુજરાતી તેમજ સંસ્કૃત, હિન્દી, સિંધી, કચ્છી અને ઉર્દૂ ભાષા-સાહિત્ય ક્ષેત્રની સંસ્થાઓને માન્યતા આપવી અને તેમની સાહિત્યિક પ્રવૃત્તિઓ માટે આર્થિક અનુદાન દ્વારા સહાય કરવી.
 • ગુજરાત રાજ્યના જુદા જુદા પ્રદેશોના વિશિષ્ટ બોલીગત સાહિત્યના તેમજ લોકસાહિત્યના વિવિધ પ્રકારો અને સ્વરૂપોની સમીક્ષા કરવી તથા તેવા સાહિત્યને જાળવી રાખવા યોગ્ય પ્રબંધ કરવો.
 • ગુજરાતી તેમજ સંસ્કૃત, હિન્દી, સિંધી, કચ્છી અને ઉર્દૂ ભાષા સાહિત્ય માટે સાહિત્યિક ગોષ્ઠિઓ, પરિસંવાદો, પુસ્તક પ્રદર્શનો, તાલીમ શિબિરો, ઉત્સવો, મેળાઓ, પ્રવાસો ઇત્યાદિનું આયોજન કરવું અને એ પ્રકારની કામગીરી કરતી અન્ય સાહિત્ય સંસ્થાઓને આર્થિક સહાય કરવી.
 • ગુજરાતના ગુજરાતી તેમજ સંસ્કૃત, હિન્દી, સિંધી, કચ્છી અને ઉર્દૂ ભાષા સાહિત્યના સિદ્ધિવંત લેખકોને અને તેમની કૃતિઓને પુરસ્કારથી સન્માનવા પ્રબંધ કરવો.
 • ગુજરાતી તેમજ સંસ્કૃત, હિન્દી, સિંધી, કચ્છી અને ઉર્દૂ ભાષા સાહિત્ય ક્ષેત્રે નામાંકિત એવા ગુજરાતના સર્જકો અને વિદ્વાનોને ફેલોશીપ પ્રદાન કરવી.
 • ગુજરાતના ગુજરાતી તેમજ સંસ્કૃત, હિન્દી, સિંધી, કચ્છી અને ઉર્દૂ ભાષા સાહિત્ય ક્ષેત્રે ગુણવત્તાલક્ષી સેવા બજાવી હોય એવા ગુજરાતમાં વસતા વયોવૃદ્ધ અને સહાયપાત્ર લેખકોને યોગ્ય આર્થિક સહાય કરવી.
 • રાજ્યની પંચવર્ષીય યોજનાઓ હેઠળ ગુજરાતી તેમજ સંસ્કૃત, હિન્દી, સિંધી, કચ્છી અને ઉર્દૂ ભાષા સાહિત્યના વિકાસ અન્વયે જે પ્રાયોજનાઓ રાજ્ય સરકારે મંજૂર કરી હોય અને અકાદમીના ઉદ્દેશો અને કાર્યપ્રદેશો સાથે જે સંબંધ ધરાવતી હોય તેવી પ્રાયોજનાઓનો અમલ કરવો.
 • ગુજરાત પ્રદેશના ગુજરાતી તેમજ સંસ્કૃત, હિન્દી, સિંધી, કચ્છી અને ઉર્દૂ ભાષા સાહિત્યને ઉપકારક થાય તેવા સંશોધનકેન્દ્રો, સ્વાધ્યાયપીઠો ઇત્યાદિ સ્થાપવા અને વિકસાવવાં તેમજ આવાં માન્ય કેન્દ્રોને આર્થિક સહાય કરવી.
 • ગુજરાતની સંસ્કૃતિના ચેતના સ્ત્રોતને વેગ મળે તેવાં સંશોધન, પ્રકાશન અને અન્ય સહાયક કાર્યો હાથ ધરવા.
 • ગુજરાતના ગુજરાતી તેમજ સંસ્કૃત, હિન્દી, સિંધી, કચ્છી અને ઉર્દૂ સાહિત્યના વિકાસ માટે જરૂરી હોય તેવી તમામ પ્રવૃત્તિઓ કરવી.
 • ગુજરાત પ્રદેશમાં બોલાતી ગુજરાતી ભાષા ઉપરાંત અન્ય ભાષાઓ ભારત સરકાર માન્ય ભાષાઓ તથા ગુજરાત પ્રદેશની બોલીઓ અને તેના સાહિત્યના વિકાસ, સંશોધન અને ઉત્કર્ષ માટે કામગીરી કરવી.
 • અકાદમીના ઉદ્દેશો જેવા સમાન ઉદ્દેશો માટે કાર્ય કરતી માન્ય સાહિત્ય સંસ્થાઓ અને મંડળોને આર્થિક તેમજ અન્ય પ્રકારે સહકાર આપવો. દિલ્હીની રાષ્ટ્રીય સાહિત્ય અકાદમી તેમજ ભારતના અન્ય રાજ્યોની પ્રાદેશિક ભાષાસાહિત્ય માટેની અકાદમીઓ તથા ગુજરાત બહાર ગુજરાતી ભાષા-સાહિત્ય અંગે પ્રવૃત્તિ કરતી પ્રતિષ્ઠિત સંસ્થાઓ સાથે સાહિત્ય અંગે આદાનપ્રદાન કરવું તેમજ એ માટે જરૂરી આર્થિક પ્રબંધ કરવો.
 • અકાદમીની પ્રવૃત્તિઓ માટે દાન અને અનુદાન દ્વારા ભંડોળ એકત્ર કરવું.
 • ગુજરાતમાં બોલાતી ગુજરાતી ભાષાના સામયિકો અને ગ્રંથો પ્રકાશિત કરવાં અને શક્ય સહાય કરવી.
 • ગુજરાત રાજ્યની ગુજરાતી ભાષા-સાહિત્ય ક્ષેત્રની સંસ્થાઓને માન્યતા આપવી અને તેમની સાહિત્યિક પ્રવૃત્તિઓ માટે આર્થિક અનુદાન દ્વારા સહાય કરવી.
 • ગુજરાત રાજ્યના જુદા જુદા પ્રદેશોના વિશિષ્ટ બોલીગત સાહિત્યના તેમજ લોકસાહિત્યના વિવિધ પ્રકારો અને સ્વરૂપોની સમીક્ષા કરવી તથા તેવા સાહિત્યને જાળવી રાખવા યોગ્ય પ્રબંધ કરવો.
 • ગુજરાતી ભાષા સાહિત્ય માટે સાહિત્યિક ગોષ્ઠિઓ, પરિસંવાદો, પુસ્તક પ્રદર્શનો, તાલીમ શિબિરો, ઉત્સવો, મેળાઓ, પ્રવાસો ઇત્યાદિનું આયોજન કરવું અને એ પ્રકારની કામગીરી કરતી અન્ય સાહિત્ય સંસ્થાઓને આર્થિક સહાય કરવી.
 • ગુજરાતના ગુજરાતી ભાષા સાહિત્યના સિદ્ધિવંત લેખકોને અને તેમની કૃતિઓને પુરસ્કારથી સન્માનવા પ્રબંધ કરવો.
 • ગુજરાતી ભાષા સાહિત્ય ક્ષેત્રે નામાંકિત એવા ગુજરાતના સર્જકો અને વિદ્વાનોને ફેલોશીપ પ્રદાન કરવી.
 • ગુજરાતના ગુજરાતી ભાષા સાહિત્ય ક્ષેત્રે ગુણવત્તાલક્ષી સેવા બજાવી હોય એવા ગુજરાતમાં વસતા વયોવૃદ્ધ અને સહાયપાત્ર લેખકોને યોગ્ય આર્થિક સહાય કરવી.
 • રાજ્યની પંચવર્ષીય યોજનાઓ હેઠળ ગુજરાતી ભાષા સાહિત્યના વિકાસ અન્વયે જે પ્રાયોજનાઓ રાજ્ય સરકારે મંજૂર કરી હોય અને અકાદમીના ઉદ્દેશો અને કાર્યપ્રદેશો સાથે જે સંબંધ ધરાવતી હોય તેવી પ્રાયોજનાઓનો અમલ કરવો.
 • ગુજરાત પ્રદેશના ગુજરાતી ભાષા સાહિત્યને ઉપકારક થાય તેવા સંશોધનકેન્દ્રો, સ્વાધ્યાયપીઠો ઇત્યાદિ સ્થાપવા અને વિકસાવવાં તેમજ આવાં માન્ય કેન્દ્રોને આર્થિક સહાય કરવી.
 • ગુજરાતની સંસ્કૃતિનાં ચેતના સ્ત્રોતને વેગ મળે તેવાં સંશોધન, પ્રકાશન અને અન્ય સહાયક કાર્યો હાથ ધરવા.
 • ગુજરાતનાં ગુજરાતી સાહિત્યના વિકાસ માટે જરૂરી હોય અને ઉપરનાં ઉદ્દેશોમાં જેની સ્પષ્ટતા કરવામાં આવી ન હોય તેવી તમામ પ્રવૃત્તિઓ કરવી.
Back to Top