પુરસ્કાર | અમારા વિશે | ગુજરાત સાહિત્ય અકાદમી : રમતગમત, યુવા અને સંસ્કૃતિ પ્રવૃત્તિઓ વિભાગ, ગુજરાત સરકાર
પુરસ્કાર | અમારા વિશે | ગુજરાત સાહિત્ય અકાદમી : રમતગમત, યુવા અને સંસ્કૃતિ પ્રવૃત્તિઓ વિભાગ, ગુજરાત સરકાર

પુરસ્કાર

સાહિત્ય રત્ન એવોર્ડ

તા.૧૬ મે ૨૦૧૬ સોમવારના રોજ ટાગોર હોલ, અમદાવાદ ખાતે પદ્મ શ્રી ગુણવંત શાહને સાહિત્ય રત્ન એવોર્ડ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પરમપૂજ્ય શ્રી મોરારિબાપુ, માન. મુખ્યમંત્રીસુશ્રી આનંદીબહેન પટેલ, માન. મંત્રીશ્રી નાનુભાઈ વાનાણી, અકાદમીના અધ્યક્ષશ્રી ભાગ્યેશ જહા ઉપસ્થિત રહ્યા હતા. પદ્મ શ્રી ગુણવંત શાહને સાહિત્ય રત્ન એવોર્ડ શ્રી મોરારિબાપુના વરદહસ્તે આપવામાં આવ્યો હતો.

આ પ્રસંગે અધ્યક્ષસ્થાને રહેલાં મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે કહ્યું હતું કે, ‘કોઇ પણ સરકાર આપવા ખાતર એવોર્ડ નથી આપતી. એની પાછળ લાખો યુવાનો અને ભાવકો સુધી પ્રેરણા પહોંચાડવાનો હેતુ હોય છે.’ ગુણવંત શાહને “વિચાર યજ્ઞના આચાર્ય” ગણાવીને એવોર્ડ એનાયત કરતા મોરારી બાપુએ કહ્યું હતું કે,’ વિનોબાજી, આચાર્યના ત્રણ લક્ષણો ગણાવતા - નિર્ભય, નિષ્પક્ષ અને નિર્વેર. આ ત્રણે લક્ષણો ઉપરાંત તેમનામાં સુવિચાર, સદ્દવિચાર, સમ્યક વિચાર, સામો વિચાર અને સ્વ વિચારના લક્ષણો દેખાતા હોવાથી હું તેમને વિચાર યજ્ઞના આચાર્ય કહુ છું.’ ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ, ભાગ્યેશ જહાએ પૂર્વ ભૂમિકા બાંધતા કહ્યું હતું કે,’આજે લગભગ આખું ગુજરાતી સાહિત્ય જગત અહીં બેઠું છે, કારણ કે ગુણવંત શાહના સન્માનનો દરેક ગુજરાતીને હરખ હોય.’

સાહિત્યરત્ન એવોર્ડથી સન્માનિત થયેલા શ્રી ગુણવંત શાહે કહ્યું હતું કે,’આ એવોર્ડ મળ્યો છે તો મને સારૂ લાગ્યું છે. હું એટલું ચોક્કસ કહું છું કે હું આ એવોર્ડ પાછો આપવાનો નથી. પાછો આપવા માટે મેં આ એવોર્ડ લીધો નથી. હું એવું માનું છું કે જેમ ગુડ અને બેડ કોલેસ્ટ્રોલ હોય તેમ ગુડ અને બેડ અહંકાર પણ હોય છે.જે સાહિત્યકાર કલમનું ચરિત્ર ગુમાવે છે તે ક્યાંયનો રહેતો નથી.’

અતિથિ વિશેષ તરીકે કેબિનેટ મંત્રી નીતિન પટેલ, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટિના ઉપકુલપતિ દક્ષેશ ઠાકર, સાહિત્યકારોમાં સર્વ શ્રી રઘુવીર ચૌધરી, શ્રી વિનોદ ભટ્ટ, શ્રી રાજેન્દ્ર પટેલ, શ્રી માધવ રામાનુજ, શ્રી ચીનુ મોદી, શ્રી રજનીકુમાર પંડ્યા, શ્રી સતીષ વ્યાસ તેમજ સંગીત નાટ્ય અકાદમીના અધ્યક્ષશ્રી યોગેશ ગઢવી વગેરે હાજર રહ્યા હતા.

પાંચ પુસ્તકોનું લોકાર્પણ – મનભાવન ઉત્સવ

તા. ૪ મે ૨૦૧૬ના રોજ અમદાવાદ ખાતે કવિ અને અકાદમી કાર્યવાહક સમિતિના સભ્ય સુશ્રી લતા હિરાણીના કુલ પાંચ પુસ્તકો – બે કાવ્યસંગ્રહો ‘ઝળઝળિયાં’ તથા ‘ઝરમર’ અને બીજાં ત્રણ પુસ્તકો, ‘ગુજરાતના યુવારત્નો’, ‘સંવાદ(પ્રાર્થનાઓ)’, ‘બુલબુલ’(બાળવાર્તાઓ)નું ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ શ્રી ભાગ્યેશ જહા, જાણીતા વિવેચક શ્રી સુમન શાહ, સુપ્રસિદ્ધ લોકપ્રિય વાર્તાકાર શ્રી રજનીકુમાર પંડ્યા તથા અમદાવાદ બુક ક્લબના આયોજક શ્રી ખુરશીદજીના હસ્તે લોકાર્પણ થયું. જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા શ્રી રઘુવીરભાઈ ચૌધરી કાર્યક્રમના માનવંતા મહેમાન બન્યા અને ઉદબોધન કરી આશીર્વાદ આપ્યા.

કાવ્યસંગ્રહ ‘ઝળઝળિયાં’ વિશે પ્રતિભાવ આપતાં શ્રી ભાગ્યેશ જહાએ કહ્યુ,”લતા હિરાણીને કવિતાનો શબ્દ હ્રદયના ઉંડાણમાંથી મળે છે. એમણે ‘ઝળઝળિયાં’ કાવ્યસંગ્રહ આપ્યો છે. ઝળઝળિયાં એ આંસુ પહેલાની અવસ્થા છે. એ ડૂસકું કે ડૂમો નથી. અભિવ્યક્તિની અવતરણક્ષણ છે આંખોની છાજલી પર મોતીની આભા સર્જે છે.”

બાળ સાહિત્ય શિબિર

બાળકોની સાહિત્ય અને માતૃભાષાના પ્રત્યે અભિરુચિ વધે એ હેતુથી ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી પ્રથમ બાળ સાહિત્ય શિબિર શિવાશિષ સ્કૂલબોપલમાં તા.૭ મે ૨૦૧૬ના રોજ સવારે ૮ થી ૧૨ દરમિયાન યોજાઈ. આ કાર્યક્રમ માટે કુલ ૪૦ બાળકોએ રજીસ્ટ્રેશન કરાવેલું હતું. જાણીતા કવિશ્રી કૃષ્ણ દવેએ પોતાની બાળકવિતાઓ બાળકો સમક્ષ ગાઈ અને ગવડાવી. એ પછી જાણીતા કલાકારશ્રી આશા ભટ્ટે બાળકોને જ્ઞાન સાથે ગમ્મત મળે એવી વાતો કરી અને રમતો રમાડી તથા ગીતો ગવડાવ્યા. સમગ્ર કાર્યક્રમનું સંકલન શ્રી લતા હિરાણીએ કર્યું.

“અ-મૃત પર્વ”નું વિમોચન

શ્રી ચીનુમોદીનાં મુક્તકસંગહ “અ-મૃત પર્વ”નું વિમોચન રવિશંકર રાવળ ભવન ખાતે તા.૨૬ મે ૨૦૧૬નાં સાંજે ૬ કલાકે કરવામાં આવ્યું. તે પ્રસંગે સંગીત નાટક અકાદમીના અધ્યક્ષ અને લોક કલાકાર શ્રી યોગેશ ગઢવી, સાહિત્ય અકાદમીના અધ્યક્ષશ્રી ભાગ્યેશ જહા અને કવિશ્રી માધવ રામાનુજ ઉપસ્થિત હતા. ભાવકોની ઉપસ્થિતિમાં સુફી રૂબાઈ ઓરકેસ્ટ્રા સાથે ડૉ. ફિરદોસ દેખૈયા દ્વારા ગાન કરાયું. જેણે સુફી સંગીતની રંગત જમાવી હતી.

સાહિત્ય ગૌરવ પુરસ્કાર

ગુજરાત સાહિત્‍ય અકાદમી, હિન્‍દી, સિઁધી, સંસ્કૃત , ઉર્દુ અને કચ્‍છી સાહિત્‍ય અકાદમી ધ્‍વારા તે ભાષા સાહિત્‍યના વિકાસ અને ઉત્‍કર્ષમાં પોતાના સર્જન, વિવેચન કે સંશોધન ધ્‍વારા ઉત્તમ પ્રદાન કરનાર કોઇ એક મુર્ધન્‍ય સાહિત્‍યકારને તેમની લાંબા ગાળાની સાહિત્‍ય સેવા અને નોંધપાત્ર અર્પણને ધ્‍યાનમાં રાખીને સાહિત્‍યનો ગૌરવ પુરસ્‍કાર રૂ.૧.૦૦ લાખ, શાલ, સરસ્વતી પ્રતિમા અને સન્‍માનપત્ર અર્પણ કરવામાં આવે છે.

ગૌરવ પુરસ્કારથી સન્માનિત વિદ્વાનોની યાદી

ગુજરાત સાહિત્ય અકાદમી

ક્રમ નામ વર્ષ
શ્રી વિષ્ણુપ્રસાદ ત્રિવેદી ૧૯૮૩
શ્રી સુંદરમ ૧૯૮૪
શ્રી ઉમાશંકર જોશી ૧૯૮૫
શ્રી પન્નાલાલ પટેલ ૧૯૮૬
શ્રી સ્નેહરશ્મિ ૧૯૮૭
શ્રી ચં.ચે. મહેતા ૧૯૮૮
શ્રી હરિવલ્લભ ભાયાણી ૧૯૮૯
શ્રી નગીનદાસ પારેખ ૧૯૯૧
શ્રી રાજેન્દ્ર શાહ ૧૯૯૨
૧૦ શ્રી નિરંજન ભગત ૧૯૯૩
૧૧ શ્રી ગુલાબદાસ બ્રોકર ૧૯૯૪
૧૨ શ્રી હીરાબેન પાઠક ૧૯૯૫
૧૩ શ્રી કે. કા. શાસ્ત્રી ૧૯૯૬
૧૪ શ્રી મકરંદ દવે ૧૯૯૭
૧૫ શ્રી ધીરુભાઈ ઠાકર ૧૯૯૮
૧૬ શ્રી મનુભાઈ પંચોલી ‘દર્શક’ ૧૯૯૯
૧૭ શ્રી નટવરલાલ પંડ્યા ‘ઉશનસ” ૨૦૦૦
૧૮ ડો. રમણલાલ જોશી ૨૦૦૧
૧૯ ડૉ. રઘુવીર ચૌધરી ૨૦૦૧
૨૦ શ્રી ધીરુબેન પટેલ ૨૦૦૨
૨૧ શ્રી લાભશંકર ઠાકર ૨૦૦૨
૨૨ ડૉ. મધુસૂદન પારેખ ૨૦૦૩
૨૩ ડૉ. ભોળાભાઈ પટેલ ૨૦૦૪
૨૪ શ્રી વિનોદ ભટ્ટ ૨૦૦૫
૨૫ ડૉ. ચંન્દ્રકાન્ત શેઠ ૨૦૦૬
૨૬ શ્રી અમૃતલાલ વેગડ ૨૦૦૭
૨૭ સુશ્રી વર્ષા અડાલજા ૨૦૦૮
૨૮ શ્રી કુમારપાળ દેસાઈ ૨૦૦૯
૨૯ શ્રી વીનેશ અંતાણી ૨૦૧૦
૩૦ શ્રી તારક મહેતા ૨૦૧૧
૩૧ શ્રી ભગવતીકુમાર શર્મા ૨૦૧૨
૩૨ પદ્મશ્રી શ્રી સિતાંશુ યશશ્ચંદ્ર ૨૦૧૩
૩૩ શ્રી સુમન શાહ ૨૦૧૪
૩૪ શ્રી વિનોદ જોશી ૨૦૧૫
૩૫ શ્રી માધવ રાજાનુજ ૨૦૧૬

હિન્દી સાહિત્ય અકાદમી

ક્રમ નામ વર્ષ
પં. બદરીપ્રસાદજી સાકરિયા ૧૯૯૫
પ્રો. રામલાલ પરીખ ૧૯૯૫
પં. વિશ્વદેવ શર્મા ૧૯૯૫
શ્રી મદન મોહન મનુજ ૧૯૯૫
શ્રી ગિરધારીલાલ સરાફ ૧૯૯૫
પં. કે.કા. શાસ્ત્રી ૧૯૯૬
શ્રી મુકુન્દલાલ અંજારીયા ૧૯૯૬
શ્રી નરેન્દ્ર અંજારીયા ૧૯૯૬
શ્રી અરવિંદ જેઠાલાલ જોશી ૧૯૯૬
૧૦ પ્રો. રણધીર ઉપાધ્યાય ૧૯૯૬
૧૧ પ્રો. ભુપતિરામ સાકરિયા ૧૯૯૭
૧૨ શ્રી જયકિશનદાસ સદાણી ૧૯૯૭
૧૩ ડો. પ્રભાસ શર્મા ૧૯૯૭
૧૪ ડૉ. મદન ગોપાલ ગુપ્તા ૧૯૯૭
૧૫ ડૉ. નીરૂપમા પોટા ૧૯૯૭
૧૬ ડૉ. ગોવર્ધન શર્મા ૧૯૯૮
૧૭ ડૉ. રમાકાન્ત શર્મા ૧૯૯૮
૧૮ ડો. ભગવતશરણ અગ્રવાલ ૧૯૯૮
૧૯ ડૉ સુદર્શન મજીઠીયા ૧૯૯૮
૨૦ ડૉ. કિશોર કાબરા ૧૯૯૮
૨૧ આચાર્ય દયાશંકર જોશી ૧૯૯૯
૨૨ શ્રીમતી જયાબહેન શાહ ૧૯૯૯
૨૩ ડૉ. અરવિંદ દેસાઈ ૧૯૯૯
૨૪ શ્રી ભવવતપ્રસાસ મિશ્ર ૧૯૯૯
૨૫ ડો હરિભાઈ પંડ્યા ૨૦૦૦
૨૬ શ્રી નથમલ કેડિયા ૨૦૦૦
૨૭ ડૉ. કુંજબિહારી વાર્ષ્ણેય ૨૦૦૦
૨૮ ડૉ ભોળાભાઈ પટેલ ૨૦૦૦
૨૯ ડૉ મહાવીર ચૌહાણ ૨૦૦૦
૩૦ શ્રી નાનુભાઈ બારોટ ૨૦૦૧
૩૧ ડૉ. શાંન્તિ શેઠ ૨૦૦૧
૩૨ પં. બાલ શાસ્ત્રી ‘પ્રેમી’ ૨૦૦૧
૩૩ ડૉ રમણલાલ પાઠક ૨૦૦૧
૩૪ શ્રી અવિનાસહ શ્રીવાસ્તવ ૨૦૦૧
૩૫ ડૉ. ઈશ્વરચંદ્ર દેસાઈ ૨૦૦૨
૩૬ શ્રી ઉમાકાન્ત માંકડ ૨૦૦૨
૩૭ ડૉ. હરીશ શુક્લ ૨૦૦૨
૩૮ ડૉ બંસીધર શુક્લ ૨૦૦૨
૩૯ ડૉ સુધા શ્રીવાસ્તવ ૨૦૦૨
૪૦ ડૉ અંબાશંકર નાગર ૨૦૦૩
૪૧ ડો. રામકુમાર ગુપ્તા ૨૦૦૪
૪૨ આચાર્ય રઘુનાથ ભટ્ટ ૨૦૦૫
૪૩ ડૉ બંસીધર શર્મા ૨૦૦૬
૪૪ શ્રી રઘુવીર ચૌધરી ૨૦૦૭
૪૫ શ્રી ચંદ્રકાંત મહેતા ૨૦૦૮

કચ્છી સાહિત્ય અકાદમી

ક્રમ નામ વર્ષ
શ્રી પ્રતાપરાય ત્રિવેદી ૨૦૦૫
શ્રી માધવ જોશી ‘અશ્ક’ ૨૦૦૬
શ્રી તેજપાલ ધારવી ‘તેજ’ ૨૦૦૭
શ્રી નારાયણ જોશી ‘કારાલય’ ૨૦૦૮
શ્રી વ્રજકંધ ગંજ ૨૦૦૯

વર્ષ ૨૦૧૦ થી ૨૦૧૫ સુધી ના ઘોષિત થઈ રહ્યા છે.

ઉર્દૂ સાહિત્ય અકાદમી

ક્રમ નામ વર્ષ
શ્રી ઝાહીરૂદ્દીન મદ્દની ૧૯૯૨
પ્રો. વારિસ હુસેન અલવી ૧૯૯૩
શ્રી મોહંમદ અલવી ૧૯૯૪
શ્રી મઝરસલહકક અલવી ૧૯૯૫
ડૉ ઝિયાઉદીન દેસાઈ ૧૯૯૬
પ્રો. મોહિયુદ્દીન બોમ્બેવાલા ૧૯૯૭
શ્રી અકબર અલી તીરમીઝી ૧૯૯૮
શ્રી અબ્દુલ અઝીઝ કાદરી ૧૯૯૯
શ્રી જમાલ કુરેશી ૨૦૦૦
૧૦ શ્રી સરશાહબુલંદ શહેરી ૨૦૦૧
૧૧ શ્રી રહેમત અમરોહવી ૨૦૦૨
૧૨ શ્રી આદિલ મન્સુરી ૨૦૦૩
૧૩ શ્રી સૈયદ વહીદ અશરફ ૨૦૦૪
૧૪ શ્રી સફર ખંભાતી ૨૦૦૫
૧૫ શ્રી મોહમ્મદ ઝુબેર કુરેશી ૨૦૦૭
૧૬ શ્રી અબ્બાસ દાના ૨૦૦૮
૧૭ શ્રી હર્ષ બ્રહ્મભટ્ટ ૨૦૦૯
૧૮ શ્રી વસીમ મલિક ૨૦૧૦
૧૯ શ્રી અબ્બાસી મહેબૂબહુસેન ૨૦૧૧
૨૦ શ્રી શકીલ આઝમી ૨૦૧૨
૨૧ શ્રી નિસાર અહેમદ અન્સારી ૨૦૧૩
૨૨ શ્રી મુસાફીર પાલન પુરી ૨૦૧૪

સંસ્કૃત સાહિત્ય અકાદમી

ક્રમ નામ વર્ષ
શ્રી જે. જે. પંડ્યા ૧૯૯૪
ડૉ. નગીનદાસ જી. શાહ ૧૯૯૫
ડૉ . ચિત્રાબેન શુક્લ ૧૯૯૬
આચાર્ય મુકુન્દરાય દેવશંકર ભટ્ટ ૧૯૯૭
ડૉ. અરુણચંદ્ર દેવશંકર શાસ્ત્રી ૧૯૯૮
ડો હરિપ્રસાદ ગંગારામ શાસ્ત્રી ૧૯૯૯
પ્રા. વસંતરાય ગૌરીશંકર પંડ્યા ૨૦૦૦
ડો. અરવિંદભાઈ હર્ષદરાય જોષી ૨૦૦૧
ડૉ. જયેન્દ્રભાઈ કે. દવે ૨૦૦૨
૧૦ શ્રી મણિભાઈ ઈ પ્રજાપતિ ૨૦૦૩
૧૧ શ્રી કાનજીભાઈ મ. પટેલ ૨૦૦૪
૧૨ શ્રી વસંતભાઈ પરીખ ૨૦૦૫
૧૩ શ્રી સુરેશચંદ્ર જ. દવે ૨૦૦૬
૧૪ શ્રી ડાહ્યાભાઈ શાસ્ત્રી ૨૦૦૭
૧૫ ડૉ. રાજેન્દ્ર નાણાવટી ૨૦૦૮
૧૬ ડૉ. હર્ષદેવ માધવ ૨૦૦૯
૧૭ શ્રી મનસુખલાલ લવજીભાઈ સાવલિયા ૨૦૧૦
૧૮ શ્રી રશ્મિકાંત પદ્મકાન્ત મહેતા ૨૦૧૧
૧૯ શ્રી લક્ષ્મેશ વલ્લભજી જોષી ૨૦૧૨
૨૦ ડૉ. વિજય દેવશંકર પંડ્યા ૨૦૧૩
૨૧ ડૉ. અજિતસિંહ ઈશ્વરસિંહ ઠાકોર ૨૦૧૪
૨૨ ડૉ અંબાલાલ પ્રજાપતિ ૨૦૧૫
૨૩ ડૉ. શાંતિપ્રસાદ મ. પંડ્યા ૨૦૧૬

સિંધી સાહિત્ય અકાદમી

ક્રમ નામ વર્ષ
શ્રી હુંદરાજ દુખાયલ ૧૯૮૮
શ્રી ઈન્દ્ર ભોજવાણી ૧૯૮૯
શ્રી ગંગારામ સમ્રાટ ૧૯૯૦
શ્રી લીલારામ રૂચંદાણી ૧૯૯૧
શ્રી લક્ષ્મીચંદ પ્રેમ ૧૯૯૨
શ્રી હરિદરિયાણી દિલગીર ૧૯૯૩
શ્રી સતરામદાસ સાયલા ૧૯૯૪
શ્રી આનંદ ટહેલરામાણી ૧૯૯૫
શ્રી રમણ પ્યાસી ૧૯૯૬
૧૦ શ્રી ભગવાનદાસ દોલતાણી ૧૯૯૭
૧૧ શ્રી અર્જુન હાસિદ ૧૯૯૮
૧૨ ડૉ. પ્રેમ પ્રકાશ ૧૯૯૯
૧૩ શ્રી હીરો સેવકવાણી ૨૦૦૦
૧૪ શ્રી જયંત રેલવાણી ૨૦૦૧
૧૫ શ્રી તેજ કાબીલ ૨૦૦૨
૧૬ શ્રી જેઠો લાલવાણી ૨૦૦૩
૧૭ શ્રીમતી ઈન્દ્રા વાસવાણી ૨૦૦૪
૧૮ શ્રી ભગવાન નિર્દોષ ૨૦૦૫
૧૯ શ્રી હુંદરાજ બલવાણી ૨૦૦૬
૨૦ શ્રી કિશન ખુબચંદાણી ૨૦૦૭
૨૧ શ્રી લખમી ખિલાણી ૨૦૦૮
૨૨ શ્રી નામદેવ તારાચંદાણી ૨૦૦૯

વર્ષ ૨૦૧૦ થી ૨૦૧૪ ના ઘોષિત થઈ રહયા છે.

“રમણભાઈ નીલકંઠ હાસ્ય પારિતોષિક” - શ્રી વિનોદ ભટ્ટ

રમણભાઈ નીલકંઠ હાસ્ય પારિતોષિક

તા. ૮ જૂન ૨૦૧૬ બુધવારના ટાગોર હોલ, પાલડી, અમદાવાદ ખાતે ગુજરાતના ખ્યાતનામ અને સર્વપ્રિય હાસ્ય લેખક શ્રી વિનોદ ભટ્ટને પ્રથમ “રમણભાઈ નીલકંઠ હાસ્ય પારિતોષિક” અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ગુજરાત રાજ્યના માન. શિક્ષણ મંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, રમતગમત-યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગના માન. મંત્રીશ્રી નાનુભાઈ વાનાણી, પદ્મશ્રી અને સાહિત્યરત્ન શ્રી ગુણવંત શાહ, જાણીતા હાસ્ય લેખકશ્રી રતિલાલ બોરીસાગર અને અકાદમીના અધ્યક્ષશ્રી ભાગ્યેશ જહાની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. હાસ્ય લેખક શ્રી વિનોદ ભટ્ટને “રમણભાઈ નીલકંઠ હાસ્ય પારિતોષિક” શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના વરદહસ્તે આપવામાં આવ્યું હતું.

સાહિત્ય અકાદમીના અધ્યક્ષશ્રી ભાગ્યેશ જહાએ જણાવ્યું હતું કે, આ પારિતોષિક માટે વિનોદભાઈથી શ્રેષ્ઠ વ્યક્તિ બીજા કોઇ ન હોઇ શકે. વિનોદભાઈ આ યુગના એક સર્વોત્તમ અને સર્વમાન્ય હાસ્ય સર્જક છે. ભટ્ટ સાહેબે આપણને સૌને માત્ર હસાવ્યા નથી પણ હાસ્યના ક્ષેત્રમાં ઊંડુ ખેડાણ કરીને હાસ્યના વિવિધ સ્વરૂપો પ્રજા સમક્ષ મૂકી આપ્યા છે. આ હાસ્યની ઉત્તમ સેવા છે. હાસ્યલેખકશ્રી રતિલાલ બોરીસાગરે વિનોદી શૈલીમાં વિનોદ ભટ્ટનો પરિચય આપ્યો હતો.

પદ્મશ્રી ગુણવંત શાહે વિનોદ ભટ્ટના લેખનમાં વૈચારિક નીડરતાને બિરદાવતા કહ્યું હતું કે ઘણા લેખકો આને સારું લાગશે કે આને ખરાબ લાગશે એવું માનીને સાચી વાત લખતાં ડરે છે. આ સંદર્ભે તેમણે ગાંધીજીની આત્મકથા બાદ વિનોદ ભટ્ટની આત્મકથા “એવા રે અમે એવા”ને સરખાવતાં કહ્યું હતું કે તેમાં દરેક વાત નિખાલસ અને સ્પષ્ટ રીતે લખાઈ છે. રાજ્યકક્ષાના મંત્રીશ્રી નાનુભાઈ વાનાણીએ વિનોદ ભટ્ટની હાસ્યયાત્રા બિરદાવીને રાજ્યસરકારનું સન્માન સ્વીકારવા પ્રત્યે આનંદ વ્યક્ત કર્યો હતો.

શિક્ષણ મંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું કે, આ સન્માનમાં ઉપસ્થિત રહેવાની તક મને મળી એ જાણે મારૂં આડકતરું સન્માન હોય એવો ભાવ અનુંભવું છું. એટલું બધું માન મને વિનોદભાઈ પ્રત્યે છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે સવારે સૌથી પહેલો લેખ વિનોદભાઈનો વાંચતા. કોઈ સુંદર લેખ હોય અને હું એમને સવારે ૦૮:૩૦ ફોન કરૂં તો શ્રી નરેન્દ્ર મોદી કહેતા મે સવારે ૦૬:૩૦એ વિનોદભાઈને વાંચી લીધા છે. આ એમની લોકપ્રિયતા છે. આવા સર્જકને સન્માનતા આનંદ જ થાય.

શ્રી વિનોદ ભટ્ટને “રમણભાઈ નીલકંઠ હાસ્ય પારિતોષિક” અર્પણ કરાયું ત્યારે ટાગોરહોલમાં ખીચોખીચ સંખ્યામાં ઉપસ્થિત સૌ સાહિત્યપ્રેમીઓએ સ્ટેડિંગ ઓવેશન આપ્યું હતું. અને તાળીઓના ગડગડાટથી વધાવ્યા હતા.

બાળસાહિત્ય વાર્તાશિબિર-૨

તા.૧૮ જૂન ૨૦૧૬ના રોજ સર્વોપરી શૈક્ષણિક સંકુલ, નવાસાદુળકા, તા.જિ.મોરબી ખાતે બાળસાહિત્ય શિબિર-૨ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આમંત્રિત વક્તા તરીકે શ્રી દિપક ત્રિવેદી અને સુશ્રી હર્ષિદા ત્રિવેદીએ કામગીરી બજાવેલ હતી. શિબિરના સંચાલિકા તરીકે અકાદમીના કાર્યવાહક સમિતિના વરિષ્ઠ સભ્ય સુશ્રી લતાબહેન હિરાણીએ સેવા આપી હતી. જેમાં કુલ ૩૦ થી ૪૦ જેટલા શિબિરાર્થીઓએ ભાગ લીધો હતો.

વાર્તાશિબિર

તા. ૨૫ જૂન ૨૦૧૬ના રોજ નવજીવન પ્રેસ, અમદાવાદ ખાતે ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા વાર્તાશિબિરનું આયોજન કરાયું હતું. આ એકદિવસીય શિબિરમાં ગુજરાતી ભાષાના જાણીતા સાહિત્યકાર શ્રી રજનીકુમાર પંડ્યાનું સૂત્ર સંચાલન હતું. જાણીતા વાર્તાકારશ્રી મોહન પરમારે વક્તા તરીકે ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમનું સમગ્ર સંચાલન અકાદમીના કાર્યવાહક સમિતિના વરિષ્ઠ સભ્ય સુશ્રી લતાબહેન હિરાણીએ કર્યું હતું. આ વાર્તાશિબિરમાં અકાદમીના અધ્યક્ષશ્રી ભાગ્યેશ જહાએ ઉદઘાટન-પ્રેરક પ્રવચન કર્યું હતું. ગુજરાતભરમાંથી એકંદરે ૪૫ જેટલા વાર્તાકારો ઉપસ્થિત રહ્યાં હતાં.

શ્રેષ્‍ઠ પુસ્તક ઇનામ પુરસ્કાર

છ સાહિત્ય અકાદમી દ્વારા પ્રતિ કેલેન્ડર વર્ષ દરમ્યાન સંબંધિત ભાષાના શ્રેષ્‍ઠ પુસ્તકોને પારિતોષિક આપવાની યોજના ચાલુ વર્ષ ૨૦૧૩-૧૪ માં તા.૨૧/૧૦/૨૦૧૩ના રોજ અમદાવાદ ખાતે ગુજરાતી ભાષાના-૮૬, હિન્દી ભાષાના-૨૪, સંસ્કૃત ભાષાના-૨૪, ઉર્દૂ ભાષાના-૦૪, સિંધી ભાષાના-૦૬ અને કચ્છી ભાષાના-૦૩ એમ કુલ ૧૪૭ લેખકોને પ્રથમ ઇનામ ૧૧,૦૦૦/-, દ્રિતીય ઇનામ ૭,૦૦૦/- અને તૃતીય ઇનામ ૫,૦૦૦/- પ્રમાણે પારિતોષિક અર્પણ કરવામાં આવ્યા. આ પારિતોષિક ગુજરાત રાજયના માનનીય મંત્રીશ્રી રમણલાલ વોરા (ર.ગ.) ના વરદ હસ્તે અર્પણ કરવામાં આવ્યો હતો.

યુવા ગૌરવ પુરસ્‍કાર

ગુજરાત સાહિત્‍ય અકાદમી, હિન્‍દી, સિઁધી, સંસ્કૃત , ઉર્દુ અને કચ્‍છી સાહિત્‍ય અકાદમી ધ્‍વારા તે ભાષા સાહિત્‍યના વિકાસ અને ઉત્‍કર્ષમાં પોતાના સર્જન, વિવેચન કે સંશોધન ધ્‍વારા ઉત્તમ પ્રદાન કરનાર ૧૮ થી ૩૫ વર્ષના નવોદિત સાહિત્યકારને તેમની સાહિત્‍ય સેવા અને નોંધપાત્ર અર્પણને ધ્‍યાનમાં રાખીને યુવા ગૌરવ પુરસ્‍કાર અર્પણ કરવામા આવે છે. જેમાં ૫૦ હજાર, શાલ, અને સન્‍માનપત્ર અર્પણ કરવામાં આવે છે.

યુવા ગૌરવ પુરસ્કારથી સન્માનિત વિદ્વાનોની યાદી

ગુજરાત સાહિત્ય અકાદમી

ક્રમ નામ વર્ષ
શ્રી સૌમ્ય જોષી ૨૦૦૭
શ્રી ધ્વનિલ પારેખ ૨૦૦૮
શ્રી હરદ્વાર ગોસ્મામી ૨૦૦૯
શ્રી અનિલ ચાવડા ૨૦૧૦

સંસ્કૃત સાહિત્ય અકાદમી

ક્રમ નામ વર્ષ
શ્રી મિહિર પ્રદીપભાઈ ઉપાધ્યાય ૨૦૧૨
ડૉ. સુરેશકુમાર ત્ર્યંબકલાલ વ્યાસ ૨૦૧૩
ડૉ. ભાવપ્રકાશ મહેન્દ્ર ગાંધી ૨૦૧૪
શ્રી ગોપાલ બાલકૃષ્ણ ઉપાધ્યાય ૨૦૧૫
ડૉ. યોગેશ ત્રિવેદી ૨૦૧૬

રમણભાઈ નીલકંઠ હાસ્ય પારિતોષિક : (વર્ષ ૨૦૧૬ થી આરંભ)

ગુજરાતી ભાષા હાસ્ય સાહિત્ય ક્ષેત્રે મૂલ્યવાન પ્રદાન કરનાર વરિષ્ટ સાહિત્યકારને આ પુરસ્કાર એનાયત કરવમાં આવશે. વર્ષ ૨૦૧૬ થી આરંભ થનાર આ હાસ્ય સાહિત્યનો સૌથી મોટો પુરસ્કાર દર વર્ષે એક સર્જકને અપાશે. આ પુરસ્કાર આપવાનું જાહેર કરાયું છે. જે જાહેર સમારોહ યોજી એનાયત કરવા આવશે. જેમાં ૭૫ હજારની ધનરાશિ, સરસ્વતી પ્રતિમા, સન્માનપત્ર અને શાલ ઓઢાડીની સન્માન કરાય છે.

રમણભાઈ નીલકંઠ હાસ્ય પારિતોષિક થી સન્માનિત વિદ્વાનોની યાદી

ક્રમ નામ વર્ષ
શ્રી વિનોદ ભટ્ટ ૨૦૧૬

‘વલી’ ગુજરાતી ગઝલ એવોર્ડ

ગુજરાતના અને ઉર્દૂ ભાષાના પ્રથમ સૂફી શાયર ‘વલી” ગુજરાતીની સ્‍મૃતિમાં રાજ્‍ય સરકાર દ્વારા વલી ગુજરાતી ગઝલ કેન્‍દ્રની સ્‍થાપના કરવામાં આવેલ છે. વલી ગુજરાતી ગઝલ કેન્દ્ર ના ઉપક્રમે પ્રતિ વર્ષ એક મૂર્ધન્ય ગઝ્લકારને ‘વલી’ ગુજરાતી ગઝલ એવોર્ડ અર્પણ કરવામાં આવે છે. જેમાં ૧ લાખની ધનરાશિ, શાલ તથા સ્મૃતિચિહ્ન આપી જાહેર કાર્યક્રમ યોજી સન્માન કરવામાં આવે છે.

વલી ગુજરાતી ગઝલ એવોર્ડ થી સન્માનિત વિદ્વાનોની યાદી

ગુજરાત સાહિત્ય અકાદમી

ક્રમ નામ વર્ષ
શ્રી રતિલાલ ‘અનિલ’ ૨૦૦૫
શ્રી અસિમ રાંદેરી ૨૦૦૬
શ્રી ‘જલન’ માતરી ૨૦૦૭
શ્રી ‘આદિલ’ મન્સુરી ૨૦૦૮
શ્રી રાજેન્દ્ર શુક્લ ૨૦૦૯
શ્રી ચિનુ મોદી ૨૦૧૦
શ્રી ભગવતી કુમાર શર્મા ૨૦૧૧
શ્રી હરીશ મિનાશ્રુ ૨૦૧૨
શ્રી ખલીલ ધનતેજવી ૨૦૧૩
૧૦ શ્રી રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ ૨૦૧૪

સાહિત્ય રત્ન પુરસ્કાર : (વર્ષ ૨૦૧૬ થી આરંભ)

ગુજરાતી ભાષા સાહિત્ય ક્ષેત્રે મૂલ્યવાન પ્રદાન કરનાર વરિષ્ટ સાહિત્યકારને આ પુરસ્કાર એનાયત કરવમાં આવશે. વર્ષ ૨૦૧૬ થી આરંભ થનાર આ ગુજરાતી ભાષાનો સૌથી મોટો પુરસ્કાર દર વર્ષે એક સર્જકને અપાશે. જેમાં પ્રથમ વર્ષ ૨૦૧૬ નો આ પુરસ્કાર આપવાનું જાહેર કરાયું છે. જે જાહેર સમારોહ યોજી એનાયત કરવા આવશે. જેમાં ૧.૫૧ લાખની ધનરાશિ, સરસ્વતી પ્રતિમા, સન્માનપત્ર અને શાલ ઓઢાડીની સન્માન કરાય છે.

સાહિત્ય રત્ન પુરસ્કારથી સન્માનિત વિદ્વાનોની યાદી

ક્રમ નામ વર્ષ
શ્રી ગુણવંત શાહ ૨૦૧૬
Back to Top